ભજન કર ભાવ શું પ્રગટ પરબ્રહ્મનું રાખ હરિરૂપમાં મન તારું ..૪/૮

ભજન કર ભાવશું પ્રગટ પરબ્રહ્મનું, રાખ હરિરૂપમાં મન તારું;
	પ્રગટના ભજનથી પરમસુખ પામીએ, ઉર થકી નાશ પામે અંધારું	-૧
નખશિખ નાથની મૂર્તિ સોહામણી, ચરણનાં ચિહ્ન સંતાપ ટાળે;
	પ્રેમશું ચિંતવે ચરણ શ્રીહરિતણાં, ગ્રંથી ગાળે સર્વે કર્મ બાળે		-૨
નખતણી પંક્તિની જ્યોત નિત નિત નવી, ઉદરમાં ત્રિવળી અધિક શોભે;
	ઉર વિષે શ્રીવત્સ ચિહ્નને નીરખતાં, ભક્તનાં ચિત્ત તત્કાળ લોભે		-૩
નેણ ને વેણ ચિત્તચોર સોહામણાં, પરમ ઉદાર અતિ ચતુર સ્વામી;
	કહે છે મુક્તાનંદ ભજ દૃઢ ભાવશું, પ્રગટ પ્રમાણ એ અંતરજામી		-૪
 

મૂળ પદ

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું

મળતા રાગ

કેદારો પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0