પદ ૧/૧ ૧૨૮૫
રાગ : બિહાગ
ફૂલન હિંડોરે રે સો ઝુલે પ્યારો.
ચ્યારું સ્થંભ વિચિત્ર વિરાજે શોભા વરની ન જાય
એક એક ઓર દ્વાર ત્રય ત્રય તહાં રહે મહા મુનિ છાય રે.......ફૂલન ૧
ચ્યારૂ શિખર ચ્યાર ખુને પર, તા વિચ શિખર મહાન
તાપર કળશ કનકકે સોહે તાપર થકીન વિમાન રે. ફૂલન ૨
તાકે મધ્ય મનોહર મૂર્તિ રાજત શ્રી ભગવાન,
અંગોઅંગ અનૂપમ શોભા, તહાં સબ જનકો તાન રેં. ફૂલન ૩
મસ્તક મુકટ જડીત વિરાજે, તા મઘ્યે નંગ અપાર,
લાલ લસનીયા પના પીરોજા, ગીનત ન પાઉ પાર રે. ફૂલન ૪
મકરાકૃત કુંડલ કાનમે ધરત વિહારીલાલ,
ભાલ તિલક કેસરકો સોહે, મંદ મંદ હસત ગોપાલ રે. ફૂલન ૫
નેંનનકી કાંતિ તેહિ અવસર મોંપે કહિ ન જાય,
સંક્ષેપે સબહિકું સમજાઇ જ્યું વિદ્યુત ઘનમાંય રે. ફૂલન ૬
જરકસી વસન સુરંગી જામો, ઉર મુક્તાફલ હાર,
કર કંકણ મુદ્રિકા વિરાજે, અંગ અંગ સુભગ સિંગાર રે. ફૂલન ૭
મહામુક્ત મિલ પૂજા કીની હરખે નંદકુમાર,
અતિ આનંદે આરતી કીની વર્ત્યો જય જયકાર રે. ફૂલન ૮
પૂજા કરત પ્રસાદી મીસરી પ્રભુ નિજ ભુજા પસાર,
અનંત વાર મોય દઇ ઉમંગસે પૂર્ણ જન પર પ્યાર રે. ફૂલન ૯
પૂરવ પશ્ચિમ તરૂ અંબકે મધ્ય ઝુલે સુખકંદ,
નિરખનહાર ધન્ય નર નારી, પાયે પરમાનંદ રે. ફૂલન ૧૦
જહાંલુ દૃષ્ટિ પસારૂં તહાંલું હરિ ભકતકી દીખાયેં ભીર,
જય જય શબ્દ કહત જન સબહી, ઉડત રંગ અબીર રે. ફૂલન ૧૧
વિવિધ ભાંતીકે બાજા બાજે હરિજનકો નહિં પાર,
મુક્તાનંદ નિરખી યહ શોભા, લીનો જન્મ સુધાર રે. ફૂલન ૧૨