ડાબી કોણી હેઠો બે તસુ, ભુજ ઉપલે ભાગે ;૧/૪

૧૯ર૩
પદ : ૧ (રાગ ગરબી) ૧/૪
ડાબી કોણી હેઠો બે તસુ, ભુજ ઉપલે ભાગે ;
ત્યાંથી તિલ સુંદર શોભતો, પ્યારો અતિ લાગે.
એ ભુજની જ અનામિકા, મધ્યમાં વીચમાંય ;
તિલ રૂડો રળિયામણો, જોતાં દુઃખ જાય.
અનામિકા નખ પાછલે, વળી માંહેલી કોરે ;
તિલ નાનો છબીદાર છે, જનનાં ચિત્ત ચોરે.
તે ભુજ પુંચા ઉપરી, તિલ નૌતમ રાજે ;
કંઠ ખાડા વીચ એક તિલ, જોઇ સંકટ ભાજે.
થોડેક છેટે તે થકી, તિલ એક રૂપાળો ;
દાઢીથી હેઠો એક તિલ, બ્રહ્માનંદ કહે ભાળો.

મૂળ પદ

ડાબી કોણી હેઠો બે તસુ, ભુજ ઉપલે ભાગે ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી