ડાબા ખભાથી બે તસુ, હેઠો વાંસા માંય ;૨/૪

૧૯ર૪
પદ : ર ૨/૪
ડાબા ખભાથી બે તસુ, હેઠો વાંસા માંય ;
તિલ એક સુંદર શોભતો, દેખી જન લલચાય.
તેથી હેઠો તિલ એક છે, તે તળે તિલ બીજો ;
મહા મનોહર મૂર્તિ, જોઇ જોઇ મન રીઝો.
ડોકથી નીચે બે તસુ, કરોડાથી જમણી પાસે ;
ત્યાં એક તિલ સોહામણો, દેખે ભકત હુલાસે.
ડાબી ખરપડી ઉપરે, દીસે છે તિલ નાનો ;
પ્રેમી રાખે પ્રેમથી, નયણાંમાં છાંનો ;

મૂળ પદ

ડાબી કોણી હેઠો બે તસુ, ભુજ ઉપલે ભાગે ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી