એવી રીતે સરવે ચિહ્ન છે, શ્રીજીને અંગે;૪/૪

 ૧૯૨૬  ૪/૪ પદ - ૪

એવી રીતે સરવે ચિહ્ન છે, શ્રીજીને અંગે;
સ્મૃતિને અનુસારે લખ્યાં, ભજીયે ઉમંગે.
મૂર્તિ શ્રીમહારાજ તેના, અવયવ છે એવા;
સામુદ્રિક શાસ્ત્રે કહ્યા, કર પદ તે જેવા.
ચિહ્ન સર્વ ઘનશ્યામનાં, મનમાં સંભારે;
કાલ કર્મ પીડે નહી, માયા ઝખ મારે.
મહાપ્રભુની મૂર્તિ, સદા અખંડ સુહાવે;
જેનાં મોટાં ભાગ્ય છે, તેને મન ભાવે.
સુંદર શ્રીઘનશ્યામનાં, ચિહ્ન છે સુખકારી;
એ છબી ઉપર જાય છે, બ્રહ્માનંદ બલિહારી.

મૂળ પદ

ડાબી કોણી હેઠો બે તસુ, ભુજ ઉપલે ભાગે ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી