જોને જોને સખી એન્રુ રૂપ , મનોહર રાજે રે;૨/૮

૧૯૩૨ ૨/૮ પદ : ૨
જોને જોને સખી એન્રુ રૂપ , મનોહર રાજે રે;
મુખ લાવનતા જોઇ કામ કે, કોટિક લાજે રે.
જોને ફૂલડાનો તોરો શીશ, સુંદર શોભે રે;
જોઇ લાલ સુરંગી પાઘ, મનડુ લોભે રે .
વહાલો જેણે જણાવે છે નેહ, હેતે હેરે રે;
મુને ન્યાલ કરી નંદલાલ, આજુને ફેરે રે .
પેરી શોભીતા શણગાર, રૂડા લાગે રમતા રે;
વહાલો વ્રજનારીને ચિત્ત, ગિરિધર ગમતા રે.
મારાં લોચનિયાં લોભાય, નટવર નિરખી રે ;
હું તો મગન થઇ મનમાંય, દીવાની સરખી રે .
ઉભાં ગીત મધુરાં ગાય, ગોપીજન સંગે રે ;
વહાલો બ્રાહ્માનંદનો નાથ, રમે રસ રંગે રે .

મૂળ પદ

ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી