આવો આવોને નંદજીના લાલ, આપણે રમીએ રે૩/૮

              ૧૯૩૩                     ૩/૮                                      પદ : ૩
                આવો આવોને નંદજીના લાલ, આપણે રમીએ રે;
                રૂડા ભોજનિયાં બહુ ભાત, જમાડું તે જમીએ રે.       ૧
                વારી શામળિયા તમ સાથ, લાગી પ્રીતિ રે;
                હવે શું કરશે સંસાર, કોઇથી નથી બીતી રે .            ૨
                મારા હેતુ છો હૈડાના હાર, તમ પર વારી રે;
                તમ કાજ કોડીલા કાન, સેજ સમારી રે.                ૩
                મારે તમથી જગમાં કોઇ, બીજું નથી વહાલું રે;
                જે જોઇએ તે જાદવરાય, આણી આણી આલું રે.     ૪
                લેઇ સરવસ સુંદર શ્યામ, તુજ પર વારું રે ;
                તાર છોગલિયામાં શ્યામ, મોહ્યું મન મારું રે.          ૫
                બ્રહ્માનંદના વહાલા ગુણગાન, પધારોને પ્યારા ર;
                તમને એક ઘડી અલબેલ, ન મેલું ન્યારા રે .         ૬ 

મૂળ પદ

ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી