તારી આંખડલી અલબેલ, અતિ અણિયાળી રે;૪/૮

૧૯૩૪ ૪/૮ પદ : ૪
તારી આંખડલી અલબેલ, અતિ અણિયાળી રે;
હું ગરક થઇ ગુલતાન કે, ભૂધર ભાળી રે .
માથે લાલ કસુંબી પાઘ, તોરો લટકે રે ;
છબી જોઇને સુંદર શ્યામ, મન મારું અટકે રે.
રૂડી કેસર કેરી આડ કે, ભાલ બિરાજે રે;
જોઇ મુખની શોભા માવ, પૂરણ શશી લાજે રે.
શોભે ઘુઘરડીનો ઘેર, કેડે કંદોરે રે;
ગળે મોતીડાંની માળ, ચિત્તડુ ચોરે રે.
શોભે સુંથણલી સોરંગ , રૂપાળો રેંટો રે;
વહાલા પેરીને પ્રાણ આધાર, ભાવેશું ભેટો રે.
વહાલા બ્રહ્માનંદના નાથ, આવી સુખ આપો રે,
મુને મેહેર કરી મોરાર, પોતાની થાપો રે.

મૂળ પદ

ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિશ્વવલ્લભદાસજી સ્વામી

SAT શ્રી સ્વામિનારાયણ મંદિર, તાપી બાગ, મોટા વરાછા, સુરત. મો.નં.+919925333400


હે રસિયા
Studio
Audio
0
0