ઓરા આવોને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે;૬/૮

 

૧૯૩૬ ૬/૮ પદ : ૬
ઓરા આવો ને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે;
વાલા દીન જાણીને દયાળ , અઢળક ઢળીએ રે.
વારી મૂરતિ તમારી માવ, વસી દિલ મોરે રે;
હું તો જોઇને થઇ ગુલતાન, ફૂલા કેરે તોરે રે.
કાના તમને મળ્યાનાં છે કોડ, કરીએ વાતું રે;
વહાલા તમ વિના પલ એક, નથી રેવાતું રે .
તમે દિલડાનાં દરિયાવ કે, છેલ છોગાળા રે;
મારા મન માન્યા મોરાર, છો મરમાળા રે .
આવી તમ સાથે અલબેલ, પ્રીત બંધાણી રે;
મુખ લાવનતા જોઇ માવ, હું લોભાણી રે .
તમે મોટા થઇ મહારાજ, શું લલચાવો રે;
વાલા બ્રહ્માનંદના નાથ , હસી બોલાવો રે .   

 

મૂળ પદ

ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0