ધન્ય ધન્ય મારી આંખડી, નિરખ્યા વ્રજ્પતિ વાલો;૧/૪

૧૯૩૯ ૧/૪ પદ : ૧ રાગ ગરબી
ધન્ય ધન્ય મારી આંખડી, નિરખ્યા વ્રજ્પતિ વાલો;
માથે સુંદર મોળિયું, ઓઢ્યો નવલ દુશાલો. ધ. ૧
ભાલ તિલક સોયામણું, ભ્રુકૂટી રૂપાળી;
લોચન તીખાં લાગણાં, નાસા મરમાળી. ધ. ૨
કુંડળ જડાઉ કાનમાં, મકરાક્રૃત ભારી;
તે જોઇને ફૂલી ફરે, સરવે વ્રજનારી. ધ. ૩
કાજુ ગૌર કપોલમાં, તિલ ત્રાજુ શોભે;
ગોકુળવાસી ગોપનાં, જોઇ જોઇ મન લોભે. ધ. ૪
અધર લાલ શુભ દાંત છે, દાડમ કળી જેવા;
બ્રહ્માનંદના નાથને, હસી બોલ્યાનો હેવા. ધ. ૫

મૂળ પદ

ધન્ય ધન્ય મારી આંખડી, નિરખ્યા વ્રજ્પતિ વાલો;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી