આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને;૨/૪

 ૧૯૪૦   ૨/૪                                      પદ : ૨

આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને;
મનમોહનની મૂરતિ, રાખું નેણમાં પ્રોઇને. આ. ૧
ઘોડલાની વાંસે ઘુમરુ, હાથીડાની હારું;
અસવારી અલબેલની, જોઇ તન મન વારું.        આ. ૨
ગિરિધર ગજ અંબાડીએ, ચાલ્યા મથુરાની શેરી.
વિનતા લેવે વારણા, ફૂલડલાં વેરી.                   આ. ૩
વાજાં બહુત પ્રકારનાં, નિશાણ પટાળા;
ચમર ઢળે શિર શ્યામને, લાગે રૂપાળા.              આ. ૪
ચોબદારે ઊંચે સ્વરે, જયવાણ ઉચ્ચારી;
બ્રહ્માનંદ છબી જોઇને , જાય બલિહારી.             આ. ૫
 

મૂળ પદ

ધન્ય ધન્ય મારી આંખડી, નિરખ્યા વ્રજ્પતિ વાલો;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી