મન લોભાણું રે , હેલી મારું મન લોભાણું રે ;૩/૪

મન લોભાણું રે, હેલી મારું મન લોભાણું રે;
	ચતુરવરની ચાલમાં, મારું મન લોભાણું રે	...ચતુર૦ ૧
ચંગી રંગી ચાખડી, ચાલે ગજની ચાલે રે;
	છેલછબીલા શ્યામને, જોતાં થઈ નિહાલે રે	...ચતુર૦ ૨
આંખડિયું અણિયાળિયું, વાલો ભીનેવાને રે;
	ચોરી લીધું ચિત્તડું, મોરલીની તાને રે	...ચતુર૦ ૩
ફાવે ગજરા ફૂલના, શીર ફૂલની ટોપી રે;
	ઠાવકી જોતાં થઈ ગઈ, ગુલતાન ગોપી રે	...ચતુર૦ ૪
મોહનજીની મૂર્તિ, પળ એક ન મેલું રે;
	બ્રહ્માનંદના સ્વામીએ, કીધી રંગની રેલું રે	...ચતુર૦ ૫
 

મૂળ પદ

લાલચ લાગી રે, બેની મુને લાલચ લાગી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
0
0