પ્રીત બંધાણી રે, હેલી મારે પ્રીત બંધાણી રે ૪/૪

પ્રીત બંધાણી રે, હેલી મારે પ્રીત બંધાણી રે;
	શ્યામ સલૂણા સાથ, મારે પ્રીત બંધાણી રે		...શ્યામ૦ ૧
આવીને ઊભો આગળે, પીતાંબર પેરી રે;
	માલ ગળા બીચ માવને, શોભે ફૂલડાં કેરી રે	...શ્યામ૦ ૨
રસભર્યા લળકી રહ્યા, કાને કુંડળ કાજુ રે;
	બે ભૂજામાં બાંધિયા, ફૂલોના બાજુ રે		...શ્યામ૦ ૩
મીઠી વાયે મોરલી, વાલો તીખે તાને રે;
	રસબસ કીધી રંગમાં, કોડીલે કાને રે		...શ્યામ૦ ૪
મંદિરિયામાં મુજને મળ્યા, શ્યામ સોહાગી રે;
	બ્રહ્માનંદનો નાથ જોઈ, ભવ ભાવઠ ભાગી રે	...શ્યામ૦ ૫
 

મૂળ પદ

લાલચ લાગી રે, બેની મુને લાલચ લાગી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0