કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રેઘેલડી ડોલું રે તમ વિના બીજુ ન બોલું રે ૪/૪

કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે,
	ઘેલડી ડોલું રે તમ વિના બીજું ન બોલું રે	...ટેક.
લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે,
	મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે	...કાન૦ ૧
બીક મેં તો સંસારની સર્વે કાઢી બારી રે,
	રાજીવ લોચન રસિયા થઈ રહી તમારી રે	...કાન૦ ૨
તમે મારા હું તમારી દુરિજન ન જાણે રે,
	પ્રીતમ વાતુ પ્રેમની નવ મળે નાણે રે	...કાન૦ ૩
રાજી રહેજો રસિયા કહેવું ઘટે તે કહેજો રે,
	પ્રેમાનંદના નાથજી દર્શન દેજો રે	...કાન૦ ૪
 

મૂળ પદ

શોભાસાગર શ્યામ તમારી

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

અજાણ (પ્રકાશક )


અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૨
Studio
Audio
0
0