આજ સુંદર શોભિત શ્રી હરિ, સખી દેખત મન લલચાયરી;૩/૪

૧૯૬૯ ૩/૪                             પદ : ૩
આજ સુંદર શોભિત શ્રીહરિ, સખી દેખત મન લલચાયરી;
બનકે બેઠે આય કે એરી, અજબ સિંહાસન ઉપરી.                         આ. ટેક.
બદન કમળ વિકસી રહ્યો, દોઉ અખિયાં સલૂની રંગ ભરી
રસિક મનોહર રૂપસે એરી, કોટી મદન છબી તુચ્છ કરી.               આ. ૧
રુચિર તિલક શુભ ભાલમેં, શુભ પાઘ, સુરંગી શિર ધરી;
લલિત કલંગી ઝૂક રહી, મુક્તાફળ માનકસેં જરી.                         આ. ૨
નૌતમ નટવર નાથકી છબી, નિરખત સમ નેનુ ઠરી;
બ્રહ્માનંદ યા રૂપકે જન, આશક ભવ નાવે ફરી.                             આ. ૩

મૂળ પદ

છબી સુભગ સલૂણે શ્યામકી મેરે આય વસી ઉર વીચરી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી