હે રાજા મહારાજા ! તમે છો પૂરણકામ ૧/૧

હે રાજા મહારાજા ! તમે છો પૂરણકામ;
દયા કરીને વ્હાલા તમે કરજો મારા કામ...ટેક
આવી શરન તારે હે મારા હૈયા !
હૈયામાં રહેજો હરિ સર્વે સુખદૈયા,
છૈયા મારા કહ્યા સુણજો વ્હાલા કાન,
તમારે માટે હું છું એવું દેજો મને ભાન...હે રાજા-૧
તરુ ભવદરીયો હું તમો મારી નૈયા,
નૈયામાં બેસી હું તો પામુ સુખ છૈયા,
છૈયા સુખ દેજો તમારું મારા શ્યામ,
હે શ્યામ તારું નામ વ્હાલા રટુ આઠો જામ...હે રાજા-૨
નીરખું અખંડ તમને હે મારા નેણા !
નેણામાં રહેજો કહેજો મીઠા મીઠા વેણા,
નેણા વેણા તારા મને પ્યારા મારા નાથ,
નેણે વેણે રાખુ સદા જ્ઞાનજીવનને સાથ...હે રાજા-૩

મૂળ પદ

હે રાજા મહારાજા ! તમે છો પૂરણકામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0