મનરે માન્યું નંદલાલ શું જોઇ પાઘ પેચાળી ..૧/૪

મનરે માન્યું નંદલાલ શું, જોઇ પાઘ પેચાળી;
રીઝી રહી એના રૂપમાં, ભૂધરજીને ભાળી... મન૦ ૧
ભાલ તિલક કોઇ ભાતનું, કેસરનું વિરાજે;
નયણુની શોભા જોઇને, કોટિ રતિપતિ લાજે... મન૦ ૨
ફૂલડાના તોરા ઝુકી રહ્યા, ઝળકે કુંડલ કાને;
મુખડાની શોભા જોઇને, મોહી ભીનલે વાને... મન૦ ૩
હીરલતા શુભ હારને, જોતાં રહી છું લોભાઇ;
મુક્તાનંદના નાથ શું, કીધી અચળ સગાઇ... મન૦ ૪

મૂળ પદ

મનરે માન્યું નંદલાલ શું

મળતા રાગ

રામગ્રી-પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
રામગ્રી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0