મારા શામળિયા સુખધામ, મોહી છું મરકલડે ૩/૪

મારા શામળિયા સુખધામ, મોહી છું મરકલડે,
	તમને જોઈને સુંદર શ્યામ, ચિત્તડે રંગ ચડે		...ટેક.
તમ કારણ મારા નાથજી રે, મેં તો જગની લજ્જા ત્યાગી;
	રસિયા તારા રૂપમાં રે, મારે લગની અહોનિશ લાગી રે...મોહી૦ ૧
હાથ કડાં બેઉ હેમનાં રે, તમે પહેર્યાં પ્રીતમ પ્યારા;
	નટવર રાખું નેણમાં રે, નિત મોહન જીવન મારા રે 	...મોહી૦ ૨
છબી જોઈને તારી છેલવર, મારી મનવરતી લોભાણી;
	બ્રહ્માનંદના વાલમા રે, આવી તમ સંગ પ્રીત બંધાણી રે...મોહી૦ ૩
 

મૂળ પદ

મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે

મળતા રાગ

ધનાશ્રી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
હરિગુનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નીરવ વઘાસિયા
ખુમારી
Studio
Audio & Video
0
0