જનમ સફળ કર્યો માહરો નટવર નંદલાલે ..૨/૪

જનમ સફળ કર્યો માહરો, નટવર નંદલાલે;સુખડું અલૌકિક શામળે, આપ્યું અતિ ઘણું વાલે ... જન૦ ૧
મનના મનોરથ પૂરિયા, ગુણવંત ગિરધારી;માવ ઉપર મેં માહરું, નાખ્યું સરવસ વારી... જન૦ ૨
પરવશ થઇ હું તો પ્રેમમાં, શામળિયાને સંગે;રસિક સલૂણા વ્રજરાજને, રાચી હું તો રંગે... જન૦ ૩
જીતનો ડંકો વાગિયો, રીઝ્યા કુંજવિહારી;મુક્તાનંદના નાથને, વરી થઇ જગ ન્યારી... જન૦ ૪ 

મૂળ પદ

મનરે માન્યું નંદલાલ શું

મળતા રાગ

રામગ્રી-પ્રભાતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી