છેલા ચાલંતા ગજ ચાલ, આવો મારે આંગણે ;૧/૪

૧૯૮૭  ૧/૪           પદ : ૧ રાગ ધન્યાશ્રી.
 
છેલા ચાલંતા ગજ ચાલ, આવો મારે આંગણે ;હું તો મોહી છું મોહનલાલ, તોરે ફૂલડાં તણે.                       ટેક.
પ્રીતમ પેર્યો પ્રેમથી તમે, સોનેરી સુરવાળ;જરકસિયા જામા તણી , મારા ચિત્તડામાં ખૂંતી આળ.               આ. ૧
રૂપાળો રત્ને જડ્યો ,કાજુ શોભે કમર કટાર;ગુણિયલ ગજ મોતી તણો, રાજે હૈડા ઉપર હાર.                  આ. ૨
સુંદર મુખ સોહામણું ,જોઇ લાજે શશીયર કોડ;બ્રહ્માનંદના વાલમા, તારા મોલીડાનો અજબ મરોડ.         આ. ૩ 

મૂળ પદ

છેલા ચાલંતા ગજ ચાલ, આવો મારે આંગણે ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી