ઓરા આવોને પ્રાણ આધાર , વાલા મારે ઓરડે;૨/૪

 ૧૯૮૮ ૨/૪ પદ : ૨

ઓરા આવોને પ્રાણ આધાર , વાલા મારે ઓરડે;
હું તો મોહી છું નંદકુમાર , બાજુ કેરે બોરડે.  ટેક.
સોના કેરા સાંકળા, પેર્યા રસિયા જાદવ રાય;
હરિવર લટકાં હાથના, મારે અટક્યા અંતરમાંય . વા. ૧
અજબ અલૌકિક આંગળી , રાજે નખ મણિ લાલ સમાન;
શોભા વીંટી વેઢની, કાજુ રાજે છે રસિયા કાન,  વા. ૨
અંગ અંગ પ્રતિ ઓપતા, શોભે સુંદરવર શણગાર;
બ્રહ્માનંદના વાલમા, તારી બાનકની બલિહાર. વા. ૩

મૂળ પદ

છેલા ચાલંતા ગજ ચાલ, આવો મારે આંગણે ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી