છેલા કાનડ કામણગારા રે, પ્રીતમ પ્યારા;૨/૪

૧૯૯૨         ૨/૪           પદ : ૨
 
છેલા કાનડ કામણગારા રે, પ્રીતમ પ્યારા;તમે નટવર નંદદુલારા રે, પ્રીતમ પ્યારા.                         ટેક.
મોતીડે છાયુ મોળીયું રે , વારી અંતર ભીંજેલ અંગી;શોભા તારી શી કહું રે, મારા લાલ પિયા નવરંગી.                 પ્રી. ૧
કુંડળ કાજુ કાનમાં રે, બાંયે બાજુ નંગ જડેલાં;ગજરા ફૂલ ગુલાબના રે , મારા ચિત્તડામાંહી ચડેલા.              પ્રી. ૨
હાથ કડાં બેઉ હેમનાં રે, વારી અજબ નવલ આંટાળાં;બ્રહ્માનંદના વહાલમાં રે, તારાં લોચનિયા મરમાળાં.        પ્રી. ૩ 

મૂળ પદ

મારા લેરખડા ગિરિધારી રે; હું બલિહારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી