છેલા નટવર સાચા સંગી રે, હો નવરંગી;૩/૪

૧૯૯૩૩/૪પદ : ૩
 
છેલા નટવર સાચા સંગી રે, હો નવરંગી;મારી જોઇને નજર ઉમંગી રે, હો નવરંગી.ટેક.
શ્યામ સ્નેહી શ્યામળા રે, તારે છોગલિયે ચિત્ત લાગ્યુ;નામ અલોકિક નેણનું રે, મારે બાણ હૈયામાં વાગ્યુ. હો. ૧
સાવ સોનેરી સેહરો રે, રૂડી ઉપરણી આંટાળી;થકીત થઇ રે હું તો ઠાવકી રે, તારા ભાલ તિલકને ભાળી. હો. ૨
કાજુ ગૌર કપોલમાં રે , વહાલા ટીબકડી સુખકારી;બ્રહ્માનંદના વહાલમાં રે, હું તો આદ્ય અંત્ય મધ્ય તારી.  હો. ૩ 

મૂળ પદ

મારા લેરખડા ગિરિધારી રે; હું બલિહારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી