ફૂલની માળા રે શોભે ફૂલની માળા;૨/૪

ફૂલની માળા રે, શોભે ફૂલની માળા;
	બેની સુંદરવરને શોભે ગળે ફૂલની માળા	...ટેક.
નવલ કસુંબી પટકા ઉપર, તોરે હદ વાળી;
	ફૂલ તણી પછેડી ઓઢી, ઊભા વનમાળી	-ફૂલની૦ ૧
ફૂલડાંની વૈજંતી માળા, હરિવરને ફાવે;
	એ માળાને જોવા સારુ, ઇન્દ્રાદિક આવે	-ફૂલની૦ ૨
ફૂલ કલંગી માથે લટકે, છબી નૌતમ સારી;
	બ્રહ્માનંદ કહે નટવર મૂર્તિ, નેણુંમાં ધારી	-ફૂલની૦ ૩
 

મૂળ પદ

શ્યામની છબી રે સખી શ્યામની છબી;

મળતા રાગ

ગોડી ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ભુજમેં આયે ભયહારી
Studio
Audio
0
0