આવીને બિરાજો મારે ઓરડે રે, રંગીલા રાજેંદ્ર હો આવીને ૧/૪

 ૨૦૩૬  ૧/૪ પદ : ૧ રાગ કાફી

આવીને બિરાજો મારે ઓરડે રે, રંગીલા રાજેંદ્ર હો આવીને .  ટેક.
લટકાળા તારા લટકાં જોઇને રે, મનડું મોયું છે બાજુ બોરડે રે.   રં. ૧
જે જોઇએ તે હું આણી આણી આલું રે, વચને બંધાણી કાચે દોરડે રે.    રં. ૨
વાલી લાગે છે તારા મુખડાંની વાણી રે, વાલમ લોભાણી ફૂલડાં કેરે તોરડે રે રં.૩
બ્રહ્માનંદના શ્યામ સોહાગી રે, જાવા નહિ દેઉ હું રાખીશ જોરડે રે   રં. ૪

 

મૂળ પદ

આવીને બિરાજો મારે ઓરડે રે, રંગીલા રાજેંદ્ર હો આવીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી