કીધો મેં તો જગ વેરી તુજ કારણે રે, છોગાળા છેલા હો કીધો.૨/૪

૨૦૩૭૨/૪પદ : ૨
 
કીધો મેં તો જગ વેરી તુજ કારણે રે, છોગાળા છેલા હો કીધો.  ટેક.
દુરીજન લોકડાં કૈ કૈ થાક્યાં રે, ધીરજ ધરીને રૈએ એક ધારણે રે. છો. ૧
અંતર કેફ અલૌકિક મારે રે, માવા તારી મૂર્તિને સંભારણે રે. છો. ૨
રંગ લાગ્યો છે તારો શ્યામ સલૂણા રે, બીક સર્વે કાઢી મેલી છે બારણે રે. છો. ૩
પ્રીત સહિત મારે મંદિર પધારો રે, વહાલા બ્રહ્માનંદ જાય છે વારણે રે. છો. ૪ 

મૂળ પદ

આવીને બિરાજો મારે ઓરડે રે, રંગીલા રાજેંદ્ર હો આવીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી