ઘેલી મુને કીધી ગોવિંદે ગારડી રે, વંશીમાં વહાલે હો ઘેલી૪/૪

૨૦૩૯         ૪/૪           પદ : ૪
 
ઘેલી મુને કીધી ગોવિંદે ગારડી રે, વંશીમાં વહાલે હો ઘેલી.                 ટેક.
વંશીનો નાદ સુણીને હું તો વનમાં રે, વશ થૈ ગઇ ન લાગી વારડી રે.       વં. ૧
ગજગતિ ચાલ અલૌલિક જોઇને રે, પાણી ભરવું વિસરી છે પાણીઆરડી રે  વં. ૨
નટવર અજબ છબી નિરખી રે, વેચવું મહી ભૂલી મૈઆરડી રે               વં. ૩
બ્રહ્માનંદના વહાલાની મનમાં રે, ખૂબ ચડી ઉતરે નહીં ખુમારડી રે          વં. ૪ 

મૂળ પદ

આવીને બિરાજો મારે ઓરડે રે, રંગીલા રાજેંદ્ર હો આવીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી