વ્હાલા મારે રે મંદિરીએ તમે વસો વસો રે ૨/૪

વ્હાલા મારે રે મંદિરીએ તમે વસો વસો રે...આવી૦ ટેક.
નવલ પાઘ શિર અજબ કલગી, ફેંટો કમર કસો કસો રે-આવી૦ ૧
બાંહ્ય ગ્રહી મુજને બોલાવીને, હેત સહિત હસો હસો રે-આવી૦ ૨
પ્રાણજીવન રંગરેલ પધારો, અવસર નહિ મળે અસો અસો રે-આવી૦ ૩
બ્રહ્માનંદના નાથ હઠીલા, જોરે હું તો રાખીશ ક્યાં જશો જશો રે-આવી૦ ૪
 

મૂળ પદ

રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ






Studio
Audio
12
1