આજ હું તો મોહનજીને મળી મળી રે ૪/૪

આજ હું તો મોહનજીને મળી મળી રે...બેની૦ ટેક.
મનડાંની હામ પૂરી મારે વાલે રે, તનડાની દાઝ ટળી ટળી રે-બેની૦ ૧
ભાવ સહિત ભૂધરજીને ભેટીને, લાગી હું તો ચરણે લળી લળી રે-બેની૦ ૨
રસબસ થઈ રસિયાજીને સંગે, જાણે દૂધ મિસરી ભળી ભળી રે-બેની૦ ૩
બ્રહ્માનંદના નાથ સંગાથે, રંગડાની રેલ વળી વળી રે-બેની૦ ૪
 

મૂળ પદ

રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી