આંખડલી જાદુગારી શ્યામની રે ૧/૪

૧/૪ પદ : ૧ રાગ કાફી.

આંખડલી જાદુગારી શ્યામની રે .                                                         આં. ટેક 
નવલલાલ નિરખી દ્રગ વંકે, ઘેલી કરી નારી ગોકુળ ગામની રે .               આં. ૧
નંદદુલારે પ્યારે નજરની જ્યારે, ભૂરકી નાખી કીધી વશ હોજી ભામની રે આં. ૨
પ્રેમકટારી મારી ઘાયલ થૈ ગઇ, સુધ ભૂલી મહીડા કેરા હોજી કામની રે.    આં. ૩
બ્રહ્માનંદ કહે દિન રાતી, રટના લાગી છે એના હોજી નામની રે                આં. ૪ 

મૂળ પદ

આંખડલી જાદુગારી શ્યામની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી