આવોને રે નંદકુમાર , મારા સમ આવોને ઓરા.૧/૪

 ૨૦૪૮ ૧/૪ પદ : ૧ રાગ હુસેનિ કાફી.

આવોને રે નંદકુમાર , મારા સમ આવોને ઓરા. ટૅક.
રઢ મેલોને રઢીઆળા રે રાજેન્દ્ર, વિનતિ કરું છું વારમવાર. મા. ૧
અબળાની અરજી અલબેલા , મનમાં ધરીએ મોર .  મા. ૨
પ્રીતડી લગાડી મારા રસિયા રે પ્રીતમ , છેટે નવ રહીએ રે લગાર. મા. ૩
બ્રહ્માનંદના નાથ પધારો , છેલા મારા છોગાળા સરદાર . મા. ૪

મૂળ પદ

આવોને રે નંદકુમાર , મારા સમ આવોને ઓરા.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી