છોગલિયું મન ભાવ્યું રે , સખી મારા શ્યામળાનું૪/૪

૨૦૮૫  ૪/૪           પદ : ૪
 
છોગલિયું મન ભાવ્યું રે , સખી મારા શ્યામળાનું.         છો. ટેક.
ચતુર પિયાને નવલ છોગલિયે, ચિત્ત મારું લલચાવ્યું રે  સ. ૧
વ્રજનારીનાં મન વશ કરવા, લાલ પિયે લટકાવ્યું રે .    સ. ૨
નંદકુંવર કેરું છોગું નિરખી , જગનું મેં સુખ વિસાર્યું રે     સ. ૩
બ્રહ્માનંદ કહે જતન કરીને, અંતરમાં ઠેરાવ્યું રે .         સ. ૪ 

મૂળ પદ

મોલીડામાં મન મોયું રે , હેલી મારા વિસામાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી