ઓસરીએ મનડાં હરીએ, આવો પ્યારા મારી ઓસરીએ ૨/૪

ઓસરીએ મનડાં હરીએ, આવો પ્યારા મારી ઓસરીએ...ટેક.
મારું મંદિરિયું તે શ્યામ તમારું, છેટે છેલા શીદને ફરીએ...આવો૦ ૧
પ્રીતમ નૌતમ પાઘડલીમાં, સુંદર છોગલિયાં ધરીએ...આવો૦ ૨
ફૂલડાંના હાર અનુપમ પે’રી, કોડે કોડે લટકાં કરીએ...આવો૦ ૩
બ્રહ્માનંદના નાથ છબી તારી, જોઈ જોઈ અંતરમાં ઠરીએ...આવો૦ ૪
 

મૂળ પદ

આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે

મળતા રાગ

પરજ-ખમાચી ઢાળ : ઉત્સવની પ્યારી કેશવની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી