વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી ૪/૪

વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી...ટેક.
પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતડલી...વાલા૦ ૧
મોરડલી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતડલી...વાલા૦ ૨
જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતડલી...વાલા૦ ૩
બ્રહ્માનંદ કરે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતડલી...વાલા૦ ૪
 

મૂળ પદ

આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે

મળતા રાગ

પરજ-ખમાચી ઢાળ : ઉત્સવની પ્યારી કેશવની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

વાતલડી રહોને રાતલડી(૨૬-૧૦) 

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજ એક વખત રીસાઈને ગઢપુરથી ચાલી નીકળ્યા. મહારાજના વિયોગથી સંત હરિભક્તો અતિદુઃખી થયા. બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર મહારાજને ખોળવા નીકળ્યા. ’લીમલી(કાનેતર)’ નામે ગામમાં શાદુલ અને સગરામ વાઘરી હરિભક્ત હતા. તેને ઘેર જઈ શ્રીજીએ કહ્યું. ‘મને સંતાડો. મને લઈ જાવા એક સાધુ અને એક કાઠી મારી પાછળ આવે છે.’ સગરામ કહે. ‘તમને ક્યાં સંતાડું?’ મારા ઘરમાં પેટી–પટારો કાંઈ નથી. મારા ભાઈ શાદુલના ઘરમાં કોઠી છે. ત્યાં જાવ.’ શ્રીજી મહારાજ તો વંડી ઠેકીને શાદુલનાં ઘરમાં જ્યાં જાય છે ત્યાં એક મોજડી પડી ગઈ. સગરામ કહે, ‘બીજી મોજડી આપો નહીંતર છતા કરીશ’ ગુહ નાવિકે કહ્યું‘તુ ‘પગ ધોવા દો પછી જ વહાણમાં બેસાડું.’ સગરામે પણ એવું જ કર્યુ. મહારાજ તો તરત બીજી મોજડી ફગાવીને શાદુલના ઘરમાં કોઠીમાં સંતાઈ ગયા. ત્યાં બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર આવ્યા. સગરામને કહે, ‘તારે ઘેર શ્રીજી મહારાજ આવ્યાના સમાચાર છે. ક્યાં મહારાજ છે ? બતાવ’ સગરામ કહે ‘મારા ઘરમાં નથી, જોઈ જુઓ.’ ઘરમાં જોયું પણ મહારાજને ન દેખ્યા. પછી બંને શાદુલને ત્યાં આવ્યા. ત્યાં પણ ન દેખ્યા. સ્વામી અને સુરાખાચર તો બહુ ચતુર. તે છેતર્યા છેતરાય એવા નહીં. બ્રહ્માનંદસ્વામી કહે, ‘શાદુલ ! મહારાજના સ્પર્શવાળા પવનની સુગંધ આવે છે. તું માને કે ન માને. પણ મહારાજ અહીં જ છે.’ એમ કહીને ફળિયામાં ખાટલા ઉપર બેઠા. શ્રીજી મહારાજ તો કોઠીમાં અકળાણા. તેથી વિચારે છે,‘હવે શું કરવું?’ પછી કોઠીમાં સ્ત્રીના કપડાં પડ્યાં હતાં એ કપડાં મહારાજે પહેરી લીધાં અને કોઠીમાંથી મોહિની સ્વરૂપ લઈને બહાર નીકળ્યા. ઘરમાં સગરામ અને શાદુલના પત્નીઓ બેઠાં હતાં. તે બંને વચ્ચે મહારાજ બેસી ગયા. બંને ભાઈઓ કહે,’ હવે અમારે ખડ નીંદવા માટે દાડીયે જાવું છે.’ એમ કહી પછેડીમાં દાતરડી વીંટીને માથે મૂકીને ચાલવા તૈયાર થયાં. ત્યારે મહારાજ કહે, મારેય દાડિયે આવવું છે. મને દાતરડી અને પછેડી આપો.’ શાદુલનાં પત્નીએ દાતરડી અને વેલણ એક પછેડીમાં વીંટીને આપ્યું. મહારાજ મોહિની રૂપ ધારીને બંને બાઈઓ વચ્ચે માથે પછેડીનો વીંટો મૂકીને નીકળ્યા. તુરત બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર સગરામને પૂછે છે કે, ‘છેલ્લાં અને પહેલાં બાઈઓ તો તમારા બેય ભાઈઓના ઘરનાં છે. પણ વચલું કોના ઘરનું ?’ એટલે શાદુલ કહે, ‘એનો કોઈ ધણી જ નથી.’ આ સાંભળી અનંત બ્રહ્માંડનો ધણી મોઢા ઉપરથી ઘૂંમટો ખસેડી હસવા લાગ્યા. મુમુક્ષુના મોક્ષાર્થે માંડેલી મહારાજની આ માનુષીલીલાને નિહાળી અલૌલિકભાવે શીઘ્રકવિ બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી આનંદમિશ્રિત શૃંગારાત્મક પ્રસ્તુત શબ્દો સરી પડ્યા.

વિવેચન

ભાવાર્થઃ- મારે તમને એક વાત પૂછવી છે કે તમારી મોરલી લઈને તમને દાતરડી અને વેલણ કોણે આપ્યું અને તમે શા માટે લીધું ? II૧II હે પ્રીતમજી ! પીતાંબરને બદલે આ નવી નવભાતી સાડી ક્યાંથી લાવ્યા ? ભૂતકાળમાં દેવોને અમૃત આપવા તમે મોહિની સ્વરૂપ ધારણ કરેલું. હે પ્રભુ ! આજે પણ એ મોહિનીના સ્વરૂપનો આબેહૂબ વેશ ભજવી ભૂતકાળના સંસ્મરણોની યાદ અમોને તાજી કરાવી. અમારા પણ ધન્યભાગ્ય છે કે આજે લૌકિક દર્શન કરાવી અમારા નિઃસંશયપણાના નિશ્ચયની પરીક્ષા કરી. II૨II પ્રભુ આપ જેની ઘરે રાત રહ્યા એની કઈ જ્ઞાતિ હતી ? એનો આપને લેશ માત્ર પણ વિચાર ન થયો ? અસત્ શૂદ્રની ઘરે રાત રહેવા છતાં આપને કોઈ જાતનો સંશય ન થયો. માટે તમારી છાતીને કોટિ ધન્યવાદ. II૩-૪II રહસ્યઃ- પદનો ઢાળ આમતો પરંપરાગત લોકઢાળ ગણાય છે. છતાં ગેયતાની દૃષ્ટિએ આકર્ષક છે. સ્વાનુભવના રણકા સાથે રજૂ કરેલ પ્રસંગ સાંભળનારના ચિત્તમાં તરત ઠસી જાય છે. કવિની વાણી ૠજુ અને સરળ છે. અંતરની સહજ ઊલટ રજૂ કરતાં-કરતાં તેમાં વેધકતા આવી છે. આ કીર્તન વાક્પ્રસાઅદે પણ પુનઃ પુનઃ સ્મરણીય છે. કારણ કે પ્રગટસ્વરૂપના શૃંગારાત્મક ચરિત્રોમાં પણ અલૌકિક દિવ્યભાવ પ્રસ્તુત કરતું આ કીર્તન નિત્ય ગાવાલાયક છે. પદનો ઢાળ બ્રહ્માનંદ કાવ્યમાં ‘પરજ’ લખ્યો છે. તે પણ યોગ્ય જ છે. અને તાલ દીપચંદી છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
3
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
દેવપ્રસાદદાસજી સ્વામી ગવૈયા-ગઢપુર

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૨
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
1
0