કાજુ છેલ મનોહર કાનજી, વહાલા રહો મારે ઘેર રાત;૪/૪

૨૧૨૬ ૪/૪ પદ : ૪
કાજુ છેલ મનોહર કાનજી, વહાલા રહો મારે ઘેર રાત;
મનડું તમથી માનિયું, છોને નિંદા કરતી નાત. કા. ૧
સુંદર શ્યામ આવીને મુને, શિખાવો રૂડા ચતુરાઇના ચોજ;
મારા સમ જો માવજી, મારે આવજો મંદિર રોજ. કા. ૨
ગૂંથી પેરાવું હું તો ગોઠતા, હરિ ફૂલડા કેરા હાર;
પાઇશ મૈ હું પ્રેમથી , વારી કરી કરી મનુવાર. કા. ૩
વહાલા હેતે સામું હેરતા, કરો ગેરે નાદે ગાન;
બ્રહ્માનંદના વાલમા, મોઇ મોરલડીને તાન. કા. ૪

મૂળ પદ

મોહન મનડું મોહ્યું મારું તારું રૂપ જોઇ વ્રજરાજ ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી