કંકોલેલ કાનસે કંકોલેલ કાનસે, મારી પૂરણ લાગી પ્રીત;૩/૪

 ૨૧૩૭  ૩/૪ પદ : ૩

કંકોલેલ કાનસે કંકોલેલ કાનસે, મારી પૂરણ લાગી પ્રીત;
સાચા વેણ કોડીલા કાનસે . ટેક.
હેલ ઉપાડીને એકલી, બેન ભરવા ગઇતી નીર ;
નાગર દીઠો નંદનો, મેં તો કાલિંદીને તીર. સા. ૧
મોતીડાંનાં ઝૂમખાં માથે, વેણ મનોહર હાથ;
ગેરે સાદે ગાવતા જોયા, નટવર સુંદર નાથ. સા. ૨
અંગી ચંગી ઓપતી શોભે , લાલ કસુંબી પાઘ;
બ્રહ્માનંદ કહે વશ થઇ હું તો , રસિયા કેરે રાગ.  સા. ૩

મૂળ પદ

સનેહી શ્યામળો સનેહી શ્યામળો, મારા નેણુનો શણગાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી