તારું મોલીડું જોઇને, હું તો ઘેલી થઇ.૩/૪

૨૧૪૯ ૩/૪ પદ : ૩

તારું મોલીડું જોઇને, હું તો ઘેલી થઇ. તા. ૧

મોંઘા મૂલનું નૌતમ મોલીડું, નવલ કલંગી શિર ઝૂકી રઇ. તા. ૨

ભૂધર તારું મોલીડું ભાળી, ઘાયલ થઇને સુધ ભૂલી ગઇ. તા. ૩

ઔષધ મૂળી અંગ ન લાગે , કુટી કુટીને થાક્યા વૈદ કઇ. તા. ૪

બ્રહ્માનંદના નાથ ન મેલું, શિરને સાટે રે મેં તો કીધું સઇ. તા. ૫

મૂળ પદ

તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું

મળતા રાગ

કરાઈડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0