છોગલિયે ચિત્ત ચોર્યુ રે, શામળિયાને છોગલિયે ચિત્ત ચોર્યુ ૨/૪

૨૧૬૮  ૨/૪                   પદ : ૨
 
છોગલિયે ચિત્ત ચોર્યુ રે, શામળિયાને છોગલિયે ચિત્ત ચોર્યુ .       ટેક.
છેલ છબીલાનુ નવલ છોગલિયું, મોતીડેથી મોર્યુ રે                     શ્યા. ૧
પાઘ બાંધી શિર અજબ અલોકિક, કાજુ સોનેરી કોર્યુ રે.            શ્યા. ૨
અધિક અધિક માંય નૌતમ ઉઠે, ફૂલડાંના હારની ફોર્યુ રે.           શ્યા. ૩
બ્રહ્માનંદના નાથની કેડે, દિલડુ રહે છે હાર્યુ દોર્યુ રે .              શ્યા. ૪ 

મૂળ પદ

મોલીડામાં મોઇ રે, છેલાજીના મોલીડામાં મોઇ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી