છેલ છબીલા પ્યારા શ્યામળા રે, રસિક પિયા રંગરેલ;૨/૪

૨૧૭૨  ૨/૪                   પદ : ૨
 
છેલ છબીલા પ્યારા શ્યામળા રે, રસિક પિયા રંગરેલ; મનડું મોયું તારે મોલિયે રે.ટેક.
કાનકુંવર કોડામણા રે , બાંધલ તમ સંગ બેલ.           મ. ૧
શરદ કમલ સરીખડાં રે, લોચનિયાં નવરંગ .             મ. ૨
રૂપ જોઇને રળિઆમણું રે, લાજે કોટિ અનંગ.           મ. ૩
જતન કરીને રાખું જાદવા રે, લોચનિયાંને માંય .         મ. ૪
બ્રહ્માનંદના વાલમા રે , રસિયા મોહન રાય.               મ. ૫ 

મૂળ પદ

મુજને વાલી તારી મૂર્તિ રે, શામળિયા સરદાર;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી