ડોલરિયો દિલદાર રે, કાનો મારો ડોલરિયો દિલદાર રે ૩/૪

૨૧૭૭ ૩/૪ પદ : ૩
ડોલરિયો દિલદાર રે, કાનો મારો ડોલરિયો દિલદાર રે . ટેક.
આ જોને બેની અજબ બની છે, છોગલિયાની છબી સાર રે. કા. ૧
આંટાદાર અલોકિક એની, પાઘડલીમાં મારે પ્યાર રે. કા. ૨
મરમાળો રે માવો મોંઘા મૂલો, હરિવર મોતીડાંનો હાર રે. કા. ૩
બ્રહ્માનંદ કહે એને સારુ, સમજીને મેલ્યો સંસાર રે. કા. ૪

મૂળ પદ

છોગલિયે તારે છેલ રે, મોહી છું હું તો છોગલિયે તારે છેલ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી