આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે;૧/૪

૨૧૮૩ ૧/૪ પદ : ૧ રાગ – પરજ
આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે;
ઓચિંતે આવીને મારે વાલીડે , મોહન વેણ વજાડી રે. ૧.
સાંભળતામાં મારી સુધ બુધ વિસરી, દિલમાં થઇ છું દીવાની રે;
અંતર લાગી મારે પ્રેમની કટારી, કેમ કરી રાખું છાની રે . ૨.
ઘાયલ થઇને હું ઢળી ધરણી પર, ઉઠું તોય ન ઉઠાય રે ;
કાનકુંવરને મળવાને કાજે, મન મારું અકળાય રે. ૩.
પરવશ થઇને પડ્યું છે મારું તનડું મનડું ડગ નવ ચાલે રે;
મંત્ર ભણીને નાખી મને મોહની, બ્રહ્માનંદને વહાલે રે .

મૂળ પદ

આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી