જમુના તીરે જદુપતિ ઉભો , સુંદર છેલ છોગાળો રે ૨/૪

૨૧૮૪  ૨/૪   પદ : ૨
 
જમુના તીરે જદુપતિ ઉભો , સુંદર છેલ છોગાળો રેવ્રજનારીના મનડાં લેવા, લટકાં કરે લટકાળો રે.                   ૧.
આંખડલી નૌતમ અણિયાળી , ભાલ તિલક છબી ભારી રે;વ્રજજીવનનુ મુખડું જોતાં, સરવસ નાખું વારી રે.      ૨.
પાઘડલી પેચાળી રે બાંધી, રસિક પિયે નવ રંગી રે;રતન જડેલી લટકી રહી છે, કાજુ નવલ કલંગી રે.                ૩.
સામો મળ્યો મુને શ્યામ સલૂણો સુંદર વ્રજની શેરી રે;બ્રહ્માનંદના નાથની મૂર્તિ, આવીને અંતર ઠેરી રે.              ૪. 

મૂળ પદ

આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી