માહેરે મંદિર અખંડ રહ્યો માવજી તમ વિના દુઃખતણો અંત નાવે ..૨/૪

માહેરે મંદિર અખંડ રહ્યો માવજી, તમ વિના દુઃખતણો અંત નાવે;
આવતું જોબન અનંગ દુઃખ દે ધણું, તન તણા તાપ તે કોણ શમાવે. મા૦ ૧
આશ સર્વે પરહરી પ્રીત તમશું કરી, વરી હું વિસ્હવંતી નાથ તમને;
મદનરિપુ મારવા તાપને ટાળવા, અધર અમૃતરસ પાઓ અમનેે. મા૦ ર
તગ સંગ આશ ઉદાર સંસારથી, નટવર નિમિષ કેમ રહું ન્યારી;
નયણની આગળે અખંડ રહો નાથજી, વિવિધ વિનોદ કરતા વિહારી. મા૦ ૩
રસિયાજી તમ સંગ રંગ લાગ્યો ખરો, ગમે નહિ જક્તનો ગંધ મંજને.
આજ મુક્તાનંદ આડ સર્વે ટળી, અરપી હું તન મન નાચ તુજને. મા૦ ૪

મૂળ પદ

માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા

મળતા રાગ

કેદારો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી