સુંદર શામળા રે, આવો છોગલાવાળા છેલ ૩/૪

સુંદર શામળા રે, આવો છોગલાવાળા છેલ;
	છોગલાવાળા છેલ, વ્હાલા આવીશ તારે ગેલ	...સુંદર૦ ટેક.
છેલ છબીલા રંગના રેલા, કેસર ભીના કહાન;
	સંભળાવો મુને શ્યામ સલુણા, મોરલડીની તાન	...સુંદર૦ ૧
મોહન તારી મૂરતિ મારા, નેણામાં રાખીશ;
	ભૂદર તારી ચાલ ત્રિભંગી, લાલ કલંગી શીશ	...સુંદર૦ ૨
તમ વિના રે મારે ઘડી ન ચાલે, પડી પટોળે ભાત;
	બ્રહ્માનંદના વાલમા આવી, રહો મારે ઘેર રાત	...સુંદર૦ ૩
 

મૂળ પદ

તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
10
0