ઓરા આવોને સલૂણા મારા છેલા રે, પ્યારા રીઝી તારા લટકામાં;૩/૪

 ૨૧૯૭   ૩/૪      પદ : ૩

ઓરા આવોને સલૂણા મારા છેલા રે,
પ્યારા રીઝી તારા લટકામાં;
બહુ રસબસ થઇ અલબેલા રે,
પ્યારા રંગના ચટકામાં. ટેક.
વંકી ભ્રકુટીંમાં મન વળગ્યું રે.       પ્યા. રી. ૧
એક નિમખ રહે ન હવે અળગું રે.             પ્યા. રી. ૨
તારી દીપ સરીખી નાસા રે. પ્યા. રી. ૩
તેની બ્રહ્માદિકને આશા રે. પ્યા. રી. ૪
રૂડા ગૌર કપોલ રંગીલા રે.           પ્યા. રી. ૫
જુએ શંકર થઇને હઠીલા રે . પ્યા. રી. ૬
તારા અધર પ્રવાળા જેવા રે. પ્યા. રી. ૭
બ્રહ્માનંદને નિરખ્યાનો નિત હેવા રે .  પ્યા. રી. ૮

 

 

 

મૂળ પદ

વાલી લાગે મુને મૂર્તિ તારી રે, છેલા સુંદર છોગાળા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી