દિલમાં વસ્યો છે મારો નંદદુલારો;૨/૪

૨૨૦૦ ૨/૪ પદ : ૨
દિલમાં વસ્યો છે મારો નંદદુલારો;
છેલો કાનુડો કામણગારો રે. બેની. દી. ટેક.
રંગમાં ભરી છે અતિ આંખ્યું એની રાતી;
નિત નિરખી ઠરે છે મારી છાતી રે. બેની. દી. ૧
નવલ રંગીલું શિર મોલીડું ધરીયું;
શોભે છોગલિયું રંગ ભરીયું રે. બેની. દી. ૨
નવલ કલંગી મારે વહાલે લટકાવી;
મારા અંતરમાં ઠેરાવી રે. બેની. દી. ૩
બ્રહ્માનંદના વહાલાની છબી ભાળી;
હું તો ડોલું થઇને મતવાળી રે . બેની. દી. ૪

મૂળ પદ

મનડું લીધું છે મારું નંદને રે લાલે,

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી