છોગાવાળા હો સુંદર છેલ, છેલ તારી નવલ કલંગી રે.૨/૪

૨૨૦૪         ૨/૪           પદ : ૨
 
છોગાવાળા હો સુંદર છેલ, છેલ તારી નવલ કલંગી રે.જોઇ મોહી વ્રજનારીજી હો.                 પિયા રંગ રેલ . ટેક
છોગાવાળા હો સુંદર છેલ, તમે લાડકડા ડોલરિયા રે;દેખી મેં તો ઉર ધરિયાજી હો.               પી. ૧
છોગાવાળા હો સુંદર છેલ, છેલ તારા લોચનિયાં તેજાળાં રે;મોહન મરમાળા જી હો.               પી. ૨
છોગાવાળા હો સુંદર છેલ, છેલ તારી ભ્રુકુટીમાં જાદુડાં ભરિયા રે. હેરી મનડાં હરિયાં જી હો   પી. ૩
છોગાવાળા હો સુંદર છેલ, છેલ બ્રહ્માનંદના શ્યામ સુહાગી રે;તારી મુને રઢ લાગી જી હો.       પી. ૪ 
 

મૂળ પદ

રંગભીના હો વ્રજના રાવ, રાવ તારા મોલીડા પર વારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી