કેસરિયા હો નટવર કાન, કાન તારી નૌતમ મૂર્તિ ભાળી રે ;૪/૪

૨૨૦૬         ૪/૪           પદ : ૪
 
કેસરિયા હો નટવર કાન, કાન તારી નૌતમ મૂર્તિ ભાળી રે ;
થઇ છું મતવાળી જી હો.     વહાલા ગુણવાન ,ટેક
કેસરિયા હો નટવર કાન, કાન તારે નેણે રેખા રાતી રે;
નિરખી ઠરે છે છાતી જી હો.                                               વ. ૧
કેસરિયા હો નટવર કાન, કાન તારા વેણાં ઉપર વારી રે;
સુંદર સુખકારી જી હો.                                                    વ. ૨
કેસરિયા હો નટવર કાન, કાન તારા અધર પ્રવાલા તોલે રે;
જોઇ દિલ દોલે જી હો.                                                   વ. ૩
કેસરિયા હો નટવર કાન, કાન બ્રહ્માનંદના પ્રીતમ છેલા રે;
રસિયા રંગ રેલા જી હો.                                                          વ. ૪
 

મૂળ પદ

રંગભીના હો વ્રજના રાવ, રાવ તારા મોલીડા પર વારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી