લટકાળા રે મનડું મારું લીધું, કોડીલા કામણ કીધું;૩/૪

૨૨૧૩ ૩/૪ પદ : ૩
લટકાળા રે મનડું મારું લીધું, કોડીલા કામણ કીધું; હો રાજ. ટેક.
મોહોલે આવો રે પુરુષોત્તમ પ્યારા, મીઠા બોલા જીવન મારા; હો રાજ. ૧
પિયા રાજે રે તારા અધર પ્રવાળા, વેણાં મુખ અતિ મરમાળા; હો રાજ. ૨
લાવનતારે જોઇ હું લોભાણી, વહાલી લાગે સુંદર વાણી; હો રાજ. ૩
બ્રહ્માનંદના રે રંગરેલ બનાજી , દેખી હું રહું છું રાજી; હો રાજ. ૪

મૂળ પદ

મરમાળા રે મારા શ્યામ સોહાગી, માણીગર માયા લાગી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0