મારે મન વસીયો માખણચોર સુખસાગર વાલો રુપ ઉજાગર, નાગર નંદકિશોર..૨/૪

મારે મન વસીયો માખણચોર; મારે૦ ટેક.
સુખસાગર વાલો રુપ ઉજાગર, નાગર નંદકિશોર; મારે૦ ૧
મોરલીધર મારગમાં મળિયો, ચરચીને ચંદન ખોર; મારે૦ ૨
સામું જોઇ મારૂં ચિત્ત હરી લીધું, કીધું કાન જાદુ જોર; મારે૦ ૩
પ્રેમાનંદ કહે મોહન લગાડી, ચપળ નેણની કોર; મારે૦ ૪

મૂળ પદ

મારૂં મન મોહ્યુંરે મા મોરલીના નાદે

મળતા રાગ

રામકલી પ્રભાતિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી